વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ
https://playground.wordpress.net/ ડેવલોપર્સને સર્વર વિના બ્રાઉઝરમાં વર્ડપ્રેસ ચલાવવાની મંજૂરી આપે છે. આ એન્વાયરનમેન્ટ પ્લગઈન્સ, થીમ્સ અને ફીચર્સના ટેસ્ટિંગને ઝડપી અન ે સરળ બનાવે છે.
કેટલીક મુખ્ય વિશેષતાઓ:
- બ્રાઉઝર આધારિત: લોકલ સર્વર સેટઅપની જરૂર નથી.
- ઇનસ્ટન્ટ સેટઅપ: એક ક્લિકમાં વર્ડપ્રેસ ચલાવો.
- ટેસ્ટિંગ એન્વાયરનમેન્ટ: પ્લગઈન્સ અને થીમ્સ ટેસ્ટ કરવા માટે આદર્શ.
ક્વેરી પેરામ્સ API તમને પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સમાં ચોક્કસ રૂપરેખાંકનો સીધા લોડ કરવાની મંજૂરી આપે છે. આમાં ચોક્કસ વર્ડપ્રેસ વર્ઝન, થીમ અથવા પ્લગઇન સેટ કરવાનો સમાવેશ થાય છે. તમે બ્લુપ્રીન્ટનો ઉપયોગ કરીને વધુ જટિલ સેટઅપ્સ પણ વ્યાખ્યાયિત કરી શકો છો (અહીં ઉદાહરણો જુઓ).
પ્લેગ્રાઉન્ડ વેબસાઇટમાં ટૂલબાર્સ શામેલ છે જે તમારી ઇન્સ્ટન્સને કસ્ટમાઇઝ કરે છે અને સંસાધનો અને ઉપયોગિતાઓની ઝડપી ઍક્સેસ પ્રદાન કરે છે.

પ્લેગ્રાઉન્ડ કસ્ટમાઇઝ કરો
ટૂલબારમાં, તમને મળશે:
- પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ: PHP અને વર્ડપ્રેસ વર્ઝન જેવી તમારી વર્તમાન ઇન્સ્ટન્સને ગોઠવવા માટેનું પેનલ.
- પ્લેગ્રાઉન્ડ ડેશબોર્ડ: આ પેનલ તમને વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેનેજ કરવા, સેવ અને એક્સપોર્ટ કરવા, તમારી વર્ડપ્રેસ ઇન્સ્ટન્સમાંથી ફાઇલો એડિટ કરવા અને નવા બ્લુપ્રીન્ટ બનાવવાની મંજૂરી આપે છે.
- પ્લેગ્રાઉન્ડ લૉન્ચ પેનલ: લૉન્ચ પેનલ વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ લૉન્ચ કરવાની બધી રીતો બતાવે છે.
પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ

પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ પેનલ માં આ ક્વેરી API વિકલ્પો શામેલ છે:
wp: વર્ડપ્રેસ વર્ઝન વ્યાખ્યાયિત કરે છે.php: ઇન્સ્ટન્સ માટે PHP વર્ઝન સ્પષ્ટ કરે છે.language: વર્ડપ્રેસ ઇન્સ્ટન્સની ભાષા સેટ કરે છે.multisite: વર્ડપ્રેસ મલ્ટીસાઇટ સપોર્ટ સક્ષમ કરે છે.networking: વર્ડપ્રેસ પ્લગઇન ડિરેક્ટરી અને વર્ડપ્રેસ API માટે નેટવર્ક ઍક્સેસ સક્ષમ કરે છે.